Transportation Yojana in Gujarati
ગુજરાતના ૩૩ જિલ્લાઓ અને ૧૦ લાખથી પણ વધુ વસ્તી ધરાવતા ૪ શહેરોના વિસ્તારોમાં ભૌગોલિક વૈવિધ્યતા છે. સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને ભૌગોલિક કારણોને લીધે ગ્રામ્ય અને શહેરી વિસ્તારની સમસ્યાઓમાં વૈવિધ્યતા હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે ડુંગરાળ, છુટાછવાયા, વન્ય વિસ્તાર, રણ વિસ્તારમાં બાળકોને ટ્રાન્સપોર્ટેશન સુવિૅધાની જરૂરિયાત ઉભી થાય છે. આ કારણોને લીધે રાઇટ ટુ એજ્યુકેશન મુજબ શાળાના અંતરના નિયમો અથવા નામાંકન થવાપાત્ર બાળકોની ઓછી સંખ્યાને લીધે નવી શાળાઓ ખોલવી યોગ્ય નથી. ગ્રામ્ય કરતા શહેરની ભૌગોલિક વસ્તી ઘણા ખરા અંશે ખુબ જ અલગ છે. શહેરી વિસ્તારની સમસ્યઓ જેવી કે, ઓછી જમીન, ગીચ વસ્તી, ટ્રાફિક, ઝુંપડપટ્ટીવાળા વિસ્તારોમાં વધારો અને સ્થળાંતર વગેરે જોવા મળે છે. આ બધી સમસ્યાઓના કારણે હશેરી વિસ્તારમાં નવી શાળાઓ ખોલવી યોગ્ય નથી. તદઉપરાંત વંચિત જુથના બાળકો અને ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકો કે જેમના પરિવાર સ્થાથી વસવાટ કરતા નથી જેથી બાળકો નિયમિત શાળામાં આવી શકતા નથી અથવા આ બધા કારણોસર શાળા છોડીને જતા રહે છે.
આ બાળકો પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરે તે માટે શાળામાં નિયમિત હાજર રહે અને RTE Act ના પ્રમાણે વંચિતજૂથના જરૂરિયાતમંદ બાળકો માટે જરૂરિયાત આધારિત દરખાસ્ત તૈયાર કરવામાં આવે છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયની માર્ગદર્શિકા પ્રમાણે શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા પાયાના સ્તર સુધીનું આયોજન તૈયાર કરવામાં આવે છે. દર વર્ષે શાળા વ્યવસ્થાપન સમિતિ અને પ્રોજેકટ સ્ટાફ દ્વારા ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે. રાજય કચેરી દ્વારા જે તે વિસ્તારની સ્થાનિક જરૂરિયાત પ્રમાણે પરિવહન માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉભી કરવામાં આવેલી છે
ટ્રાન્સપોર્ટેશન યોજનાની સુવિધાના હેતુઓ
- બાળકોની હાજરીનું પ્રમાણ વધારવું અને ડ્રોપ આઉટનો દર ઘટાડવો.
- બાળકોને સંપૂર્ણ પ્રાથમિક શિક્ષણ અપાવવું.
- ખાસ કરીને વંચિત જૂથના અને ઝુંપડપટ્ટીના બાળકોને શાળામાં નિયમિત આવતા કરવા.
- જે બાળકો જંગલોમાં, છૂટા-છવાયા વિસ્તારમાં રણ અને સરહદી વિસ્તારમાં રહેતા હોય તેવા બાળકોને શાળામાં નિયમિત પણે આવતા કરવા.
ટ્રાન્સપોર્ટેશન યોજનાની સુવિધાનો લાભ કોને મળે
- ધોરણ-૧ થી ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ૧ કિ.મી. કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય.
- ધોરણ-૬ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ૩ કિ.મી. કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય.
ટ્રાન્સપોર્ટેશન યોજનાની સુવિધાનો કેટલો લાભ મળે
- .ધોરણ-૧ થી ૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી માટે રૂ।.૪૦૦/-
- ધોરણ-૬ થી ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી માટે શ.૪૦૦/-
- ઉપરોક્ત સહાય બાળકને લઈ જનાર રિક્ષા માલિકને આપવામાં આવે છે.
ટ્રાન્સપોર્ટેશન યોજનાની સુવિધાનો લાભ ક્યાથી મળે
- સબંધિત સ્કૂલમાંથી
મધ્યાહન ભોજન યોજના | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |