આજકાલ દેશમાં ડૉક્યુમેન્ટ ઓનલાઈન અને ઓફલાઈન બન્ને કાઢવાની સેવા મળતી થઈ છે. હાલમાં Child Aadhar Card, જન્મ પ્રમાણપત્ર વગેરે ઓનલાઈન કાઢવાની પણ સેવા મળે છે. આજે આપણે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી ડોમીસાઈલ સર્ટિફિકેટ વિશે વાત કરીશું. ડોમીસાઈલ સર્ટીફીકેટ કેવી રીતે કઢાવવું, ક્યાંથી કઢાવવું વગેરે તમામ માહિતી મેળવીશું.
Domicile Certificate in Gujarat
ડોમીસાઈલ સર્ટીફીકેટ એ તમે જે-તે રાજ્યના મૂળ નાગરિક છો તેનો પુરાવો છો. દા.ત. તમે એક ગુજરાતી છો તો તમને ગુજરાત સરકાર દ્વારા આ પ્રમાણપત્ર મળે છે. આ પ્રમાણપત્ર રાજ્યની કોઈપણ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ પ્રમાણપત્ર દ્વારા તમને એડમિશન મેળવવામાં અગ્રતા આપવામાં આવે છે. જો તમારે કેન્દ્ર સરકારની કોઈ સરકારી ભરતીમાં ફોર્મ ભરવું હોય તો Domicile Certificate માંગવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા કેવી રીતે ડોમીસાઈલ સર્ટીફીકેટ કઢાવવું તેની માહિતી મેળવીશું?, આ સર્ટિફીકેટ કઢાવવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ? અને અરજી પ્રક્રિયા શું છે? તે તમામ માહિતી આજે આપણે મેળવીશું.
Highlight Point of Domicile Certificate in Gujarat
આર્ટિકલનું નામ | Domicile Certificate in Gujarat: કેવી રીતે ડોમીસાઈલ સર્ટીફીકેટ કઢાવવું ? |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આર્ટિકલનો હેતુ | રાજ્યના નાગરિકોને ડોમીસાઈલ સર્ટિફીકેટ કેવી રીતે કઢાવવું તેની માહિતી પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે. |
વિભાગનું નામ | મહેસુલ વિભાગ |
કઈ કચેરીનો સંપર્ક કરવો? | સબંધિત મામલતદારશ્રીની કચેરી |
અધિકૃત વેબસાઈટ | https://www.digitalgujarat.gov.in/ |
ડોમિસાઇલ સર્ટિફિકેટ એટલે શું?
ડોમીસાઈલ એટલે તમે જે રાજ્યના છો અને તેના વતની છો તે અંગેનો પુરાવો. જો તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો તો તમને ગુજરાત સરકાર આ સર્ટિફીકેટ આપશે.
ડોમીસાઈલ સર્ટીફીકેટ કોણ-કોણ કાઢવી શકે?
આ સર્ટીફીકેટ કઢાવવા માટે કેટલાક અગત્યના પાસાઓ નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.
- સૌપ્રથમ રાજ્યના નાગરિકો હોવા જોઈએ.
- ગુજરાતમાં જન્મેલા હોવા જોઈએ અથવા ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતા નાગરિકો કઢાવી શકે.
- ગુજરાતમાં જમીન અથવા સ્થાવર મિલકત ધરાવતા કોઈપણ વ્યક્તિઓ.
- કોઈ મહિલા જે બીજા રાજ્યની છે, પરંતુ તેને ગુજરાતના નાગરિક સાથે લગ્ન કરેલ હોય તો તે પણ ડોમીસાઈલ સર્ટિફિકેટ કઢાવી શકે છે.
- ગુજરાત સરકારમાં સરકારી નોકરી કરતાં હોય અથવા અગાઉ નોકરી કરેલ હોય તેમના પરિવારના તમામ સભ્યો.
Documents Required for Domicile Certificate in Gujarat | ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જરૂર પડે?
આ પ્રમાણપત્ર કઢાવવા માટે નીચે મુજબના પ્રમાણપત્ર જોઈએ.
- અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
- તલાટીશ્રીનું પંચનામું
- સોગંદનામું
- રહેઠાણના પુરાવા (ગ્રામ પંચાયત / મ્યુનિ. ટેક્ષ બીલ / લાઈટ બીલ / ટેલીફોન બીલ /કોઈપણ એક)
- રેશનકાર્ડની નકલ
- જન્મ અંગેનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (એલ.સી.) અને જન્મ પ્રમાણપત્ર)
- છેલ્લા ૧૦ વર્ષના રહેઠાણના પુરાવા (અભ્યાસ /નોકરી / મતદાર યાદી / પાન કાર્ડ વગેરેમાંથી કોઈપણ એક)
- ગુજરાત રાજયમાં ધરાવતા સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર.
- ધોરણ- ૧ થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા.
- તમારા પિતા / વાલી કયાં અને કયારથી નોકરી, ધંધો, વ્યવસાય કરે છે તેનો દાખલો
- સારી ચાલ-ચલગત અંગેનો દાખલો.
- કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો. (અસલમાં રજુ કરવો)
- ઉપરોકત રજુ કરેલ દસ્તાવેજોનો ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.
How To Apply Online Domicile Certificate In Gujarat | કેવી રીતે ડોમીસાઈલ સર્ટીફીકેટ માટે અરજી કરવી?
જો તમે પણ ગુજરાતના નાગરિકો હોવ અથવા તો Domicile certificate કઢાવવા માટે પાત્રતા ધરાવો છો, તો તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. નીચે આપેલી માહિતીના આધારે તમે ઓનલાઈન આ સર્ટિફિકેટ કઢાવી શકો છો.
STEP 1: સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google Serach ખોલો. તેમાં “Digital Gujarat Portal” ટાઈપ કરો.
STEP 2 : હવે તમે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ https://www.digitalgujarat.gov.in/ વેબસાઈટની મુલાકાત લો.
STEP 3: આ વેબસાઈટ પર ‘Services’ નામના ઓપ્શન પર ક્લિક કરો અને ‘Citizen Services’ વિકલ્પ પસંદ કરો.
STEP 4: ત્યારબાદ તેમાં ‘Domicile Certificate’ ટેબ પર ક્લિક કરો.
STEP 5: તેમાં આપેલી તમામ અગત્યની સૂચનાઓ વાંચો અને ‘Apply Online’ બટન પર ક્લિક કરો.
STEP 6: જો તમે પ્રથમ વખત જ ડિજિટલ ગુજરાતની વેબસાઈટ પર અરજી કરો છો તો ‘New Registration (Citizen)’ બટન પર ક્લિક કરો. તમારું વ્યક્તિગત આઈડી બનાવી લો.
STEP 7: હવે રજીસ્ટ્રેશનમાં તમારો મોબાઈલ નંબર, ઈમેલ અને પાસવર્ડ જેવી વિગતો નાખો અને ‘Save’ બટન પર ક્લિક કરો.
STEP 8 : તમારા રજિસ્ટર્ડ કરેલા મોબાઇલ નંબર પર મળેલ OTP દાખલ કરો અને ‘Confirm’ બટન પર ક્લિક કરો.
STEP 9: ત્યારબાદ તમને પૂછવામાં આવેલી વિગતો ભરો, જેમ કે નામ અને પૂરુ સરનામું, ફોટોગ્રાફ અપલોડ કરો અને ‘Update’ બટન પર ક્લિક કરો.
STEP 10: ‘Citizen Profile’ ફોર્મ પર તમામ જરૂરી વિગતો ભરો અને ‘Update’ બટન પર ક્લિક કરો.
STEP 11: હવે તમે ‘Request a New Service’ નામના મેનુ પર ક્લિક કરો.
STEP 12: બસ હવે તમારા લોગીનમાં ‘Domicile Certificate’ વિકલ્પ અને ‘સેવા ચાલુ રાખો’ બટન પર ક્લિક કરો.
STEP 13: આ વેબસાઈટ પર ‘Request ID’ અને ‘એપ્લિકેશન નંબર’ ખુલશે. જેમાં ‘Continue’ બટન પર ક્લિક કરો.
STEP 14: હવે તમારા ડોમીસાઈલ સર્ટિફિકેટના ઓનલાઈન ફ ફોર્મમાં વિગતો દાખલ કરો, દસ્તાવેજો અપલોડ કરો, ચેકબોક્સ પસંદ કરો અને ‘Submit’ બટનને ક્લિક કરો.
STEP 15 : છેલ્લે, Domicile Certificate in Gujarat ઓનલાઈન અરજી સબમિટ કર્યા પછી, એક અરજી નંબર સાથે એક SMS મળશે.
જો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ ઑફલાઇન અરજી કરવી હોય તો? આ પ્રક્રિયાને અનુસરો.
ગુજરાત રાજ્યના નાગરિકો આ ડોમિસાઈલ સર્ટિફિકેટ ઓનલાઈન અને ઓફલાઈન કઢાવી શકે છે. ચાલો હવે આપણે ઓફલાઈન કેવી રીતે કઢાવવું તેની તમામ માહિતી મેળવીએ.
સ્ટેપ 1 : સૌપ્રથમ ડિજિટલ ગુજરાત વેબસાઈટની મુલાકાત લો.
સ્ટેપ 2 : ત્યારબાદ ‘Services’ નામના ઓપ્શન પર ક્લિક કરો અને ‘Citizen Services’ વિકલ્પ પસંદ કરો.
સ્ટેપ 3 : હવે તમે ‘Domicile Certificate’ ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ 4 : ત્યારબાદ ‘Download’ નામના બટન પર ક્લિક કરો.
સ્ટેપ 5 : તમે ડાઉનલોડ કરેલ ફોર્મની પ્રિન્ટ કાઢો..
સ્ટેપ 6 : અરજીપત્રકમાં તમામ માહિતી ભરો, અને તમામ ડોક્યુમેન્ટ્સ જોડો.
સ્ટેપ 7 : તમારી સબંધિત મામલતદાર કચેરી આ ફોર્મ જમા કરો.
ડોમિસાઇલ સર્ટિફિકેટનું ઓનલાઇન એપ્લિકેશન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
Digital Gujarat Portal પર કરેલ ઓનલાઈન અરજીનું તમે જાતે પણ સ્ટેટસ ચેક કરી શકો છો. જેના માટે ડીજીટલ ગુજરાત વેબસાઈટ પર ડેશબોર્ડ પર લોગ ઈન કરો. તેમાં તમારી અરજીની સ્થિતિ પર ક્લિક કરો. જેથી તમે ઓનલાઈન સ્થિતિ જોઈ શકશો.
Domicile Certificate in Gujarat માટે અગત્યની લિંક
ક્રમ | માહિતી અને લિક્સ |
---|---|
1 | Domicile Certificate in Gujarat Official Website |
2 | Download Domicile Certificate in Gujarat |
3 | Home Page |
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
Domicile Certificate in Gujarat માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?
આ સર્ટિફિકેટ માટે અધિકૃત વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/ છે.
ડોમિસાઇલ સર્ટિફિકેટ કોણ કઢાવી શકે?
આ સર્ટિફિકેટ ગુજરાતમાં જન્મેલા હોવા જોઈએ અથવા ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતા નાગરિકો કઢાવી શકે. અથવા અન્ય રાજ્યનો નાગરિક ગુજરાતના નાગરિક સાથે લગ્ન કરે તો કઢાવી શકે છે.
ગુજરાતમાં ડોમિસાઈલ સર્ટિફિકેટ કઢાવવા માટે કેટલા દિવસો લાગે છે?
ગુજરાતમાં ડોમિસાઈલ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી સબમિટ કર્યા પછી, લગભગ 15 કામકાજના દિવસો લાગે છે.
ડોમિસાઈલ પ્રમાણપત્રની માન્યતા કેટલા વર્ષ સુધી હોય છે?
આ પ્રમાણપત્રની માન્યતા આજીવન રહેશે.