Smartphone Sahay Yojana 2024: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ આપણી ભારતની કેન્દ્ર સરકાર દેશમાં વસતા ખેડૂતોના કલ્યાણ માટે જુદી જુદી યોજનાઓ લાગુ કરતી હોય છે.
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પીએમ કિસાન પોર્ટલ પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચાલુ છે. ગુજરાત રાજ્યમાં વસતા ખેડૂતો માટે પણ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે.
વર્તમાન સમયમાં આપણે જાણીએ છીએ તેમ ટેકનોલોજી વધી રહી છે અને હવે ડિજિટલ યુગ આવી ગયો છે. આર્ટિફિશિયલ ઇટાલિજન્સ, ચેટ gpt, ઓપન વગેરે હાઈ ટેકનોલોજી આવી ગઇ છે. હવે આ ડિજિટલ સર્વિસ પ્રદાન કરવા ખેડૂતો સ્માર્ટફોન ખરીદી શકે તે માટે એક યોજના શરૂ કરવામાં આવી છે જે યોજના નું નામ છે સ્માર્ટફોન સહાય યોજના. અમે તમને આ લેખમાં આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું.
સ્માર્ટફોન સહાય યોજના 2024
અત્યારે વર્તમાન સમયમાં આપણા સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજી ની સેવાઓ વધી રહી છે ખેડૂતો આઈટી ટેકનોલોજી નો ઉપયોગ કરી સારી એવી ખેતી કરી રહ્યા છે અને નવી નવી તકનીકો ધરાવતા સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે.અને તેના દ્વારા તેમની આવકમાં વધારો થાય તેવો પ્રયત્ન થતો હોય છે. આ ડિજિટલ યુગમા દરેક ખેડૂત મિત્ર હવામાનની આગાહી વરસાદની આગાહી પાકમાં થતો રોગ અને જીવાત જંતુનાશક વગેરે ની માહિતી મેળવી શકે છે. અને નવીનતા ખેતી પદ્ધતિઓ તથા તેમને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય વિશે પણ જાણકારી પ્રાપ્ત કરી શકે છે.અત્યારે વર્તમાન સમયમાં દરેક જગ્યાએ સ્માર્ટફોન નો વપરાશ વધી રહ્યો છે તેને જોતા રાજ્યના ખેડૂતો માટે કૃષિ વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે.
ખેડૂતો પોતાના સ્માર્ટફોનના ઉપયોગ દ્વારા ખેતી વિષયક માટે ફોટોગ્રાફ્સ, ઈ-મેઈલ, SMS તથા વીડિયોની આપ-લે કરી શકે છે. જેનાથી રાજ્યના ખેડૂતો વધુ માહિતીસભર બને છે. જેને ધ્યાને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો ડિજિટલ કેમેરા, મલ્ટી મીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન, વેબ બ્રાઉઝર તથા ઇન્ટરનેટ કનેકટીવિટી વગેરે સુવિધા સાથેના સ્માર્ટફોન ખરીદી તો સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના હેઠળ રૂપિયા 6000/- ની સહાય આપવામાં આવે છે.
Important Point Farmer Smartphone Sahay Yojana
યોજનાનું નામ | સ્માર્ટફોન સહાય યોજના ૨૦૨૪ |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આ યોજનાનો ઉદ્દેશ શું? | રાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ લેવા માટે સ્માર્ટફોનની ખરીદી પર 40% ટકા અથવા રૂ.6000 સુધી સહાય આ બન્નેમાંથી જે ઓછું હોય તે |
ક્યાં લાભાર્થીઓને સહાય મળશે? | રાજ્યના ખેડૂતો |
સહાય | રાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો રૂ.6000/- સુધીની સહાય અથવા ખરીદ કિંમત પર 40 % સુધી સહાય. |
ઓફિશીયલ વેબસાઈટ | Ikhedut Gujarat |
અરજી કરવા માટેની તારીખ | 09/01/2024 ના સવારે ૧૦.૩૦ કલાકે ઓનલાઈન ચાલુ થશે. |
ઓનલાઈન અરજી કરવા માટેની Direct Link | Ikhedut Portal Direct Link |
સ્માર્ટફોન સહાય યોજના ઉદ્દેશ્ય
રાજ્યમાં વસતા તમામ ખેડૂતો જેવો આજના ડિજિટલ યુગમાં ડિજિટલ સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરે તે મહત્વપૂર્ણ બાબત છે.
ખેડૂતો ડિજિટલ ખેતી ઉપયોગી માહિતી મેળવી તેના ખેતરમાં પાકમાં થતી જીવાત નિયંત્રણની ટેકનોલોજી તથા સરકાર દ્વારા ખેડૂતોને મળતા લાભ ની જાણકારી મેળવી અને તે ડાયરેક્ટ તેના પાસે રહેલ મોબાઈલમાં આવી જાય તે હેતુથી આ યોજના શરૂ કરેલ છે.
સ્માર્ટફોન સહાય યોજના પાત્રતા
- લાભાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂતને પોતાની જમીન હોવી જોઈએ.
- જે ખેડૂત એ કરતા વધારે ખાતા ધરાવતો હોય તો પણ તેને માત્ર એક વાર જ આ યોજનાની સહાય મળશે.
- આ સાહેબ ખેડૂતને માત્ર સ્માર્ટફોન ખરીદવા મળશે.
- આ સ્માર્ટફોન સહાયમાં બેટરી બેકઅપ ડિવાઇસ ઈયર ફોન અને ચાર્જર વાગે એસેસરીઝ આપવામાં આવશે નહીં.
સ્માર્ટફોન સહાય યોજનામાં મળતા લાભ
- આ યોજનામાં પહેલા દસ ટકા સહાય મળતી હતી હવે 40% મળશે.
- આ યોજના દ્વારા ખેડૂતને સ્માર્ટફોન ખરીદવા પર રૂપિયા 15000 ની સહાય મળશે.
- ખેડૂતને આ યોજનામાં સ્માર્ટફોન ખરીદવા પર તેની કિંમતના 40% અથવા ₹6,000 બેમાંથી જે ઓછું હોય તેની સહાય આપવામાં આવશે.
- જો કોઈ ખેડૂત રૂપિયા 8,000 ની કિંમતમાં સ્માર્ટ ફોન કરી દે તો તેને 40% એટલે કે રૂપિયા 3200 ની સહાય આપવામાં આવશે.
સ્માર્ટફોન સહાય યોજના માટેના નિયમો
- આ યોજનાનો લાભ મેળવવા ખેડૂતે સરકાર દ્વારા ચલાવવામાં આવેલ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
- અને આ અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા પૂર્વ મંજૂરી તમને મળશે.
- અને જે અરજીની મંજૂરી કરવામાં આવશે તેની માહિતી તે અરજી કરેલ ખેડૂતને એસએમએસ/ કે ઇમેલ દ્વારા આપવામાં આવશે.
- અને જે ખેડૂતોને આ અરજીની મંજૂરી મળશે તેને 15 દિવસમાં સ્માર્ટફોન ખરીદવાનો રહેશે.
- અને આ સમયમાં જે ખૂણો સ્માર્ટફોન ની ખરીદી કરજે તેના પછી અરજીપત્રકમાં સિગ્નેચર કરવાની છે.
- અને જે સ્માર્ટફોન ખરીદ્યો છે તેનું અસલી જીએસટી સાથે નું બિલ આપવાનું રહેશે.
સ્માર્ટફોન સહાય યોજના જરૂરી દસ્તાવેજ
- ખેડૂત ખાતેદારની આધારકાર્ડ
- રદ કરેલ ચેકની નકલ
- બેંક ખાતાની પાસબુક
- સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ
- મોબાઈલનો IMEI નંબર
- ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
- 8-અ ની નકલ
સ્માર્ટફોન સહાય યોજના અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ પોતાન મોબાઈલ કે કોમ્પ્યુટર પર Google ઓપન કરીને “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
- અહીં તેના હોમપેજ પર યોજનાનો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
- હવે નવા પેજ પર ખેતીવાડી યોજનાઓ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
- હવે અહીં સ્માર્ટફોન સહાય યોજના નો વિકલ્પ હશે તેના પર ક્લિક કરી આગળ વધો.
- અહીં નવા પેજ પર “અરજી કરો” ના વિકલ્પો પર ક્લિક કરો.
- જો પહેલેથી આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી લોગીન કરો.
- હવે ઓનલાઇન એપ્લિકેશન ની પ્રક્રિયા શરૂ કરો.
- અરજીની તમામ માહિતી ભરાઈ ગયા બાદ તેને ફરી એકવાર ચેક કરી છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
- હવે આ ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢી લો.
- હવે તેના પર જરૂરિયાત હોય તેવા સહી સિક્કા કરાવી દે તમારા વિસ્તારના ગ્રામ્ય સેવક અથવા તો સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી પાસે ડોક્યુમેન્ટ સાથે આ અરજી આપવાની છે.
FAQ
ખેડૂત સહાય યોજના 2024 માં કઈ કઈ યોજનાનો સમાવેશ થાય છે ?
આઈ ખેડૂત પોર્ટલ પર ખેતિવાડીને લગતી 52 યોજનાઓ નો સમાવેશ થાય છે.
ગુજરાત ખેડૂત સહાય યોજના માટે સત્તાવાર સાઇટ કઈ છે ?
ખેડૂતો માટે અલગ અલગ પ્રકારની યોજનાઓ માટેની સત્તાવાર સાઈટ https://ikhedut.gujarat.gov.in/
ખેડૂત મોબાઈલ સહાય યોજના માં કેટલી સબસિડી મળે છે ?
ખેડૂત સહાય યોજના અંતર્ગત ખેડૂતને મોબાઇલની ખરીદી પર 40% સબસિડી મળે છે પણ મોબાઈલ ની કિમત વધુ હોય અને સબસિડી 6000 થી વધુ હોય તો તેને 6000 રૂપિયા સહાય મળશે.
મોબાઈલ સહાય યોજનાની ઓનલાઈન અરજી કઈ તારીખ સુધી કરી શકાશે?
આ યોજના હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ પર તા-09/01/2024 થી તા-08/02/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.