વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024

Short Briefing:  વ્હાલી દીકરી યોજના 2024 ફોર્મ ક્યાં મેળવવું? અને ક્યાં ભરવું? | Vahali Dikri Yojana Online Application Process | વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ અને કઈ કચેરીનો સંપર્ક કરવો? | Download New Vahali Dikari Yojana Application Form PDF

            ભારત સરકાર અને ગુજરાત સરકાર દરેક વર્ગના નાગરિકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કન્યાઓ માટે ઘણી બધી યોજના બનાવેલ છે. જેમ કે, બેટી બચાવો બેટી પઢાવોસુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે Women and Child Development Department (WCD Gujarat) બનાવવામાં આવેલ છે.

        મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે. જેવી કે મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજનાગંગા સ્વરૂપા આર્થિક પુન:લગ્ન યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે. સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભયમસખી વન સ્ટોપ સેન્‍ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC), સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા Vahali Dikri Yojana 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Gujarat Vahali Dikri Yojana 2024

            મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2024 બહાર પાડેલી છે. આ યોજના દ્વારા સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સહન આપવા માટે તથા દીકરીના શિક્ષણમાં વધારો કરવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે.


Highlight Point of Vahali Dikari Yojana

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના 2024
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
વ્હાલી દીકરી યોજના નવો પરિપત્રમહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા-20/09/2022 ના રોજ સુધારા ઠરાવ
યોજનાનો હેતુઆ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે.
કોણે લાભ મળે?ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ
મળવાપાત્ર સહાયદીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય
અધિકૃત વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવી?Online (જેમના SSO Login બનાવેલ છે, તેવા કર્મચારીઓ)
અરજી ક્યાં કરવી?લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર તથા જનસેવા કેન્‍દ્રમાં જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.
વ્હાલી દીકરી યોજના સોગંદનામુંVahli Dikari Yojana Sogandnamu Remove
Vahli Dikari Yojana Application FormVahli Dikari Yojana Application Form PDF

Vahli Dikri Yojana 2024 નો હેતુ

વ્હાલી દીકરી યોજનાના મુખ્ય ઉદ્દેશ અને હેતુઓ નીચે મુજબ આપેલા છે.

  1. દીકરીનો જન્મદરમાં વધારવો કરવો.
  2. દીકરીના શિક્ષણને ઉતેજન આપવું.
  3. દીકરી/સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.
  4. બાળલગ્ન થતા અટકાવવા.
  5. દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો.

લાભાર્થીની પાત્રતા (Vahli Dikri Scheme Eligibility)

આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે. આ સિવાય પણ કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  1. લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
  2. દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
  3. દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
  4. માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
  5. એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રકવા માં આવશે.
  6. માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.
  7. બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.

વ્હાલી દિકરી યોજનામાં મળવાપાત્ર લાભ । Vahli Dikri Yojana Benefits

Vahli Dikri Yojana Onlin હેઠળ કુલ ત્રણ હપ્તામાં લાભ મળે છે. લાભાર્થી દીકરીઓને ત્રણ હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર) નો લાભ મળવાપાત્ર થશે.

સહાયમાં હપ્તા અંગેની વિગતકેટલી અને ક્યારે સહાય મળશે?
પ્રથમ હપ્તા પેટેલાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-  મળવાપાત્ર થશે.
બીજો હપ્તો પેટેલાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
છેલ્લા હપ્તા પેટેદીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.

Also Read: Smartphone Sahay Yojana 2024 | સ્માર્ટફોન સહાય યોજના 2024


વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ | Document Required of Vahali Dikri Scheme

 આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્‍ટ જરૂર પડે છે. જેની યાદી નીચે મુજબ છે.

  • દીકરીના જન્મનું પ્રમાણપત્ર
  • દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
  • માતા અને પિતા બન્નેનું આધારકાર્ડ
  • માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો
  • દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
  • લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
  • સ્વ-ઘોષણાનો નમૂનો
  • અરજદારના રેશનકાર્ડની નકલ.
  • લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક

વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું

 ગુજરાત સરકાર દ્વારા સોગંદનામા બાબતે નવી જોગવાઈ કરેલી છે. ગુજરાત રાજ્યમાં એફિડેવિટની પ્રકિયા રદ કરવામાં આવી છે.  જે અન્‍વયે Vahali Dikri Yojana Sogandnamu ની જોગવાઈમાં નવા ફેરફાર કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું છે. હવે, એફિડેવિટને રદ કરીને સ્વ-ઘોષણા (Self Declaration) પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે.

વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો

સરકારશ્રી દ્વારા જ્યારે એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી ત્યારે સ્વ-ઘોષણા કરી શકાશે. આ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો બહાર પાડવામાં આવેલ છે. જેનો નમૂનો ડાઉનલોડની લિંક દ્વારા કરી શકાશે.

How to Online Application Vahali Dikri Yojana 2024 | વ્હાલી દીકરી યોજના 2024 ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાય છે. આ યોજનાની ઓનલાઈન અરજી Digital Gujarat Portal પરથી કરી શકાય છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી અલગ-અલગ સ્તરે લોકો કરતા હોય છે.

  • સૌપ્રથમ જો તમે ગ્રામ્ય વિસ્તારના હોય તો VCE પાસે જવું.
  • જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારની હોય તો મામલતદાર કચેરીના “તાલુકા ઓપરેટર” અથવા “જન સેવા કેન્‍દ્ર” માં જઈને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીની દીકરીના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં વ્હાલી દીકરી યોજના ફોર્મ pdf ભરવાની આપવાનું રહેશે.
  • તમામ ડોક્યુમેન્‍ટ ઓરીજનલ આપવાના રહેશે.
  • ગ્રામ્ય VCE અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્‍ટ અને વાલી દિકરી યોજના નું ફોર્મ ચકાસણી કરશે.
  • ત્યારબાદ VCE અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિશીયલ લોગીન દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.
  • છેલ્લે, તમને ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ આપશે, જેની નકલ સાચવીને રાખવાની રહેશે.

વ્હાલી દીકરી યોજના ઓનલાઈન અરજી કોની પાસે કરાવવી?

મિત્રો વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સેવા ચાલુ થઈ છે. પરંતુ આ ઓનલાઈન સેવા સરકારીશ્રી દ્વારા જેમના Digital Gujarat Portal ના SSO લોગિન બનાવેલ છે. તેવા લોકો જ આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકે છે.

વ્હાલી દીકરી યોજના ઓનલાઈન ની કોણ-કોણ અરજી કરી શકશે?અરજી કરનારની કચેરીનું સરનામું
VCE (Village Computer Entrepreneur) ઓનલાઈન અરજી કરવાની રહેશે.ગ્રામ્ય પંચાયત ખાતે
તાલુકા મામલતદાર ઓપરેટરતાલુકા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજનાની કામગીરી કરતા “વિધવા સહાય ઓપરેટર” આ સ્કીમની અરજી કરી શકશે. અથવા જનસેવા કેન્‍દ્ર પર જઈને અરજી કરવાની રહેશે.
જિલ્લા કક્ષાએ ઓપરેટરજિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે.

વહાલી દીકરી યોજના 2024 pdf ક્યાંથી મેળવવું

 કમિશ્રનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Vahali Dikri Yojana PDF Form તેની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. આ ફોર્મ નીચેની જગ્યાએથી મેળવી શકાશે.

  1. ગ્રામસ્તરે ચાલતી Village Computer Entrepreneur (VCE) પાસે યોજનાનું ફોર્મ મેળવી શકાશે
  2. તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના “વિધવા સહાય યોજના”ના કોમ્પ્યુટર ઓપરેટર અથવા જનસેવા કેન્‍દ્ર પર જઈને ફોર્મ મેળવી શકાશે તથા Online Application પણ કરી શકાશે.
  3. જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વિનામૂલ્યે એપ્લિકેશન ફોર્મ મેળવી શકાશે.

Important Links

SubjectLinks
Official WebsiteWCD Gujarat
Application FormVahli Dikri Yojana Form Download
Home PageClick Here

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

Vahli Dikri Yojana 2024 માટે ક્યાં-ક્યાં ડૉક્યુમેન્‍ટ જરૂરી છે?

વ્હાલી દીકરી યોજના માટે
1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર,
2. દીકરીનો આધારકાર્ડ,
3. માતા-પિતાના આધારકાર્ડ,
4. માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર,
5. આવકનો દાખલો,
6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા,
7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર),
8. સ્વ-ઘોષણાનો નમૂનો,
9. અરજદારના રેશનકાર્ડની નકલ.

વ્હાલી દીકરી યોજના શા માટે બનાવવામાં આવી છે?

વ્હાલી દીકરી યોજના બનાવવાનો મુખ્ય હેતુ દિકરીના જન્મને વધાવવા, દિકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, બાળ લગ્ન અટકાવવા તેમજ સમાજમાં સ્ત્રીના સ્થાનને વધુ મજબુત બનાવવાના આશયથી આ યોજના બનાવવામાં આવી છે.

Vahali Dikri Yojana Application Status Check Online કેવી રીતે કરી શકાય?

વ્હાલી દીકરી યોજનાની એપ્લિકેશન સ્ટેટ્સ ચેક કરવા માટે તમારા જીલ્લાની મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે મુલાકાત કરવાની રહેશે.

વ્હાલી દીકરી યોજનામાં એક દંપતિની કેટલી દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે?

દંપતિની પ્રથમ ત્રણ જીવિત સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

શું Vahali Dikari Yojana Online અરજી કરી શકાશે?

હા, નવા સુધારા ઠરાવ મુજબ વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાશે.

વ્હાલી દિકરી યોજનાની અરજી ક્યાં કરવાની હોય છે?

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર પાસે જઈને અરજી કરી શકાશે.

આ યોજના હેઠળ કેટલો લાભ મળશે છે?

દીકરીને કુલ ત્રણ હપ્તામાં કુલ 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) ની સહાય મળવાપાત્ર થાય

વહાલી દીકરી યોજના ફોર્મ PDF ક્યાંથી મળશે?

આ યોજનાનું નામ ફોર્મ ઓનલાઈન Download કરી શકાય તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે મળશે.

વ્હાલી દીકરી યોજના સોગંદનામું આપવાનું હોય છે કે કેમ?

સરકારશ્રીના નવા ઠરાવ મુજબ હવે આ યોજના માટે સોગંદનામુ આપવાની જરૂર નથી. અરજદારો સ્વ-ઘોષણા પત્ર આપી શકે છે.

Hello friends, my name is Kinjal Bhavsar, I am the Writer and Founder of this blog and share all the information related to all government schemes which can be helpful for all indians through this website

Leave a Comment